શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન પેડક રોડ પર રહેતો અને માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં સામેલ અને હત્યાની કોશિશ, મારામારી સહિતના ગુનામાં સામેલ બે શખ્સને પાસામાં ધકેલી દીધા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતો હર્ષ દેવાભાઇ ચાવડિયા સામે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસાનું વોરંટ ઇસ્યૂ કરતાં એસઓજીના પીઆઇ જાડેજા સહિતે હર્ષની અટકાયત કરી તેને રાજપીપળા જેલહવાલે કરવાની કાર્યવાહી કરી છે. તેમજ રૈયાધાર વિસ્તારમાં દશામાના મંદિર પાસે રહેતો અને હત્યાની કોશિશ, મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ભવદીપ ઉર્ફે હાંડો ઉર્ફે પરેશભાઇ ડાભી સામે પાસાનું વોરંટ ઇસ્યૂ કરતાં યુનિવર્સિટી પોલીસે તેની અટકાયત કરી તેને અમદાવાદ જેલહવાલે કરવાની કાર્યવાહી કરી છે.