શહેરમાં ઢેબર કોલોની પાસેના નારાયણનગરમાં પખવાડિયા પૂર્વે થયેલી આધેડની હત્યામાં આધેડના પરિવાર સહિત શખ્સોએ આરોપીના બંધ મકાનમાં તોડફોડ કરી ચાંદીના સાંકળા સહિતની વસ્તુની ચોરી કરી મકાનમાં આગ ચાંપી દીધાની ફરિયાદ કરતા ભકિતનગર પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી આરોપીઅોની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, નારાયણનગરમાં રહેતા રેખાબેન મનસુખભાઇ ચુડાસમાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ભાદા દુલાભાઇ સોલંકી, મુકેશ ભાદા સોલંકી, ભાદાનો ભત્રીજો ધ્રુવ, ગોવિંદ હોઠારો, ગોવિંદની માતા, ચંદુનો પુત્ર સન્ની, વિજય રામદાસ, મહેશ રામદાસ સહિતના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પરિવાર સાથે રહેતા હોવાનું અને તા.27-8ના રોજ પરિવાર સાથે અમારા મૂળ વતન ધોકળવા ગામે ગયા હતા ત્યારે અમારા દુકાનના ભાડુઆત અફઝલભાઇનો ફોન આવ્યો હતો અને તમારા મકાનનો દરવાજો ખુલ્લો હતો ઘરમાં તોડફોડ કરતા હોય તેવો અવાજ આવતો હતો અને થોડીવાર બાદ મકાનમાંથી ભાદા દુલા સોલંકી, મુકેશ સોલંકી સહિતના બહાર નીકળ્યા હતા બાદમાં તમારી પાડોશમાં રહેતા માવજીભાઇના મકાનમાં પણ તોડફોડ કરી હતી હતી અને મકાનમાં આગ ચાંપી દીધાનું જણાવતા બે દિવસથી વરસાદ આવતો હોય પહોંચી શકયા નહોતા. બાદમાં આવી તપાસ કરતા મકાનમાં કબાટમાંથી ચાંદીના સાંકળા અને કેસીનો પાર્ટીના બે મોટા બેન્ઝા સહિત રૂપિયા 30 હજારની મતા ચોરી કરી અને મકાનમાં તોડફોડ કરી આગ ચાંપી નુકસાન કર્યાનું જણાવ્યું હતું.