આટકોટમાં હડકાયા શ્વાને રીતસર આતંક મચાવ્યો હતો અને અનેક લોકોને કરડવા દોડતાં લોકોમાં નાસભાગ મચી હતી.જો કે કોઇ માનવી તેનો ભોગ બને તે પહેલાં તેને હાંકી કાઢવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આટકોટમાં હડકાયા કૂતરાએ એ જાણે કર્ફ્યુ જેવો માહોલ સર્જી દીધો હતો વહેલી સવારે થયેલા હડકાયા કૂતરાએ સાત જેટલા લોકોને બટકા ભરવા દોડ્યું હતું તેમજ સવારે મંદીર દર્શન કરવા જતાં લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. સવારથી ગાયત્રી નગર વિસ્તારમાં આ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો જે સામે મળે તેની પર બટકા ભરવા દોડ્યું હતું. હાઈસ્કૂલ રોડ પર પણ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સવારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓમાં પણ ભય ફેલાયો હતો.