સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ પ્રેસિડેન્ટ મેડલની જાહેરાત

સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ પ્રેસિડેન્ટ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના 25 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમાં રાજકોટના બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જે પૈકી એક છે રાજકોટ શહેર ઝોન-1 ડીસીપી સજનસિંહ પરમાર (IPS) અને બીજા છે એન્ટી કરપશન બ્યુરોના DYSP કે.એચ. ગોહિલ. રાજકોટના આ બંને અધિકારીઓની મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના 25 પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સહિત દેશનાં કુલ 1037 સુરક્ષાકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ માટે જાહેરાત કરવામાં આવી છે.

15 ઓગસ્ટ, 2024ના રોજ દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે અને સમગ્ર દેશભરમાં ખૂણે ખૂણે ધ્વજવંદન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે અને દેશને સંબોધિત કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય કામગીરી કરનારા સુરક્ષાકર્મીઓને વીરતા અને સેવા ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે દેશભરમાંથી કુલ 1037 સુરક્ષાકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદ કરાયા છે. જેમાં ગુજરાતનાં 25 પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં રાજકોટના બે અધિકારીઓ રાજકોટ શહેર ઝોન વન ડીસીપી સજનસિંહ પરમાર (IPS) અને બીજા છે એન્ટી કરપશન બ્યુરોના ડીવાયએસપી કે.એચ. ગોહિલને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *