સ્માર્ટ સિટીમાં રૂપિયા 50 કરોડના ખર્ચે વર્કિંગ વૂમન્સ હોસ્ટેલ બનાવાશે

મનપાએ 2025-26ના બજેટમાં કરાયેલા આયોજન મુજબ સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂ.50 કરોડથી વધુના ખર્ચે વર્કિંગ વૂમન હોસ્ટેલ બનાવવામાં આવશે. આ માટે બીજીવાર ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે. કેપિટલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ હેડ હેઠળ રૂ.49.80 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી આ વર્કિંગ વૂમન હોસ્ટેલ બનાવવા આયોજન કરાયું છે. હોસ્ટેલ આધુનિક અને પ્રતિષ્ઠિત ગ્રીન બિલ્ડિંગના કન્સેપ્ટ સાથે બનાવાશે.

આ નવી વર્કિંગ વૂમન હોસ્ટેલ માટે અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં રૈયા ટી.પી.સ્કીમ નં.32માં ફાઇનલ પ્લોટ નં.61માં લાઇટ હાઉસની બાજુમાં એસટીપીની સામે બનશે. વૂમન્સ હોસ્ટેલ 8110 ચો.મી. અને 11104 ચો.મી. જગ્યામાં જુદા-જુદા બે બિલ્ડિંગ બનશે. બન્નેમાં ગ્રાઉન્ડ ફલોર સહિત ચાર માળ બનાવવામાં આવશે અને આ કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

આ હોસ્ટેલમાં 252 વર્કિંગ વૂમન્સનો સમાવેશ કરાશે. હોસ્ટેલમાં સોલાર વોટર હિટર, આધુનિક ફર્નિચરનો સમાવેશ થાય છે. આ વર્કિંગ વૂમન્સ હોસ્ટેલમાં ડબલ ઓક્યુપન્સીના 31 રૂમ અને ત્રીપલ ઓક્યુપન્સીના 62 રૂમ અને વિશેષ જરૂરિયાત ધરાવતી મહિલા માટે ડબલ ઓક્યુપન્સીના બે રૂમ બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *