સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે જાહેરમાં ધોળા દિવસે છરીના ઉપરાછાપરી 7 ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સરાજાહેર છરીના ઉપરા છાપરી 7 ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવવા કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આરોપી મહેશ ઉર્ફે એમ.ડી.બાબા જેઠવાને શંકા વ્હેમ હતો કે, મૃતક નિલેશ હરિભાઈ ધોકીયા તેની બહેનની પજવણી કરે છે જેથી આરોપી મહેશ ઉર્ફે એમડી બાબાએ નિલેશને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ માધવ હોટલ પાસે મળવા માટે બોલાવી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં શહેરના અંકુર રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા યુવાનની મુળ ખોરાસા ગીરના અને હાલ રાજકોટ રહેતાં યુવાને ક્રુરતા પૂર્વક માત્ર 44 સેકન્ડમાં છરીના 8 ઘા ઝીંકી નિલેશ હરિભાઈ ધોકીયાની હત્‍યા નિપજાવી હતી અને પછી પોતે સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.

હત્યાના બનાવના CCTV પણ સામે આવ્યા હતા જે કબ્જે કરી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી મહેશ દિનેશભાઈ જેઠવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બાદમાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *