સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ, કલેકટર તંત્રે 3100 ઈવીએમ ફાળવ્યા

રાજકોટ કલેકટરતંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંગે તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આ માટે 3100 જેટલા ઈવીએમ (વોટીંગ મશીન)ની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.અહી એ ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંગે અગાઉ આર.ઓ., એ.આર.ઓ.ની નિમણુંક પણ અગાઉ કરી દેવામાં આવી હતી. જે બાદ હવે 3100 જેટલા ઈવીએમની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી અંગે મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી પણ હવે ટુંક સમયમાં જ શરુ કરી દેવામાં આવનાર હોવાનું કલેકટર તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

મનપાના કર્મચારીઓને સિટી-BRTS બસ, પ્રદ્યુમન પાર્ક, અટલ સરોવરમાં ફ્રી એન્ટ્રી મહાપાલિકા દ્વારા લોકોને પુરી પાડવામાં આવતી જુદી જુદી સેવાઓ કોર્પોરેશનના કર્મચારીઓને અગ્રતાના ધોરણે અને વિનામૂલ્યે આપવાની રજુઆત મ્યુનિસિપલ કમિશ્નરને કરવામાં આવી છે. સીટી બસ, સ્વીમીંગ પુલ, ફરવાના સ્થળોએ ફ્રી પ્રવેશ, કોમ્યુનિટી હોલ બુકીંગમાં અગ્રતા આપવા માંગણી કરાઇ છે. પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા આજરોજ કમિશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે, શહેરના સતત વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે વર્ગ-1થી 4ના તમામ કર્મચારીઓ રાત- દિવસ જોયા વગર, કોઇ પણ આપત્તિ કે તહેવારના સમયે પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી ફરજ બજાવે છે. કર્મચારીઓ સુચારૂ કામગીરી માટે સો ટકા યોગદાન આપે છે.

બીજી તરફ સંસ્થા દ્વારા શહેરીજનોને અપાતી વિવિધ સુવિધાઓ મેળવવા માટે તેઓને સામાન્ય નાગરિકોની જેમ જ નિયમિત ચાર્જ ચુકવવો પડે છે. જેથી મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા, સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ સંકુલ, લાયબ્રેરી, રામવન, ગાંધી મ્યુઝીયમ, પ્રદ્યુમન પાર્ક, અટલ સરોવર જેવા ફરવાલાયક સ્થળોએ કોર્પોરેશનના સ્ટાફ અને તેમના આશ્રીત પરિવારોને વિનામૂલ્યે એન્ટ્રી મળવી જોઇએ. કર્મચારીઓ અને તેમના પરિવારના સામાજીક પ્રસંગો કે લગ્ન માટે કોર્પોરેશનના તમામ કોમ્યુનિટી હોલના બુકીંગમાં અગ્રતા મળવી જોઇએ. આ રજુઆત અંગે હકારાત્મક વિચારી યોગ્ય પરિપત્ર કરવા પ્રમુખ અશોકભાઇ રાઠોડ અને ઉપપ્રમુખ ડી.કે.સિંધવ સહિતનાએ માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *