રાજકોટ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે. સ્થળાંતરિત લોકોને ફૂડ પેકેટ પહોંચાડી શકાય તેમજ તેમના માટે નિવાસની વ્યવસ્થા કરી શકાય તે માટે કલેક્ટરે બુધવારે વિવિધ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. સાથે બેઠક યોજી હતી. એમાં આશરે એક લાખ જેટલા ફૂડ પેકેટની આગોતરી તૈયારી રાખવાનું આયોજન કરાયું હતું.
આ બેઠકમાં આશરે એક લાખ જેટલા ફૂડ પેકેટ્સ આગોતરા તૈયાર રાખવા તેમજ બચાવકાર્ય માટેની કિટ સાથે સ્વયંસેવકોને તૈયાર રહેવા જણાવાયું હતું. આ તકે નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધીએ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.