સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 341 વિદ્યાર્થીને મેડલ આપવામાં આવશે. જોકે આ વખતે મેડલ લઇ જવામાં દીકરીઓએ મેદાન માર્યુ છે. કુલ 341 મેડલ છે.જેમાંથી 232 દીકરીને મેડલ આપવામાં આવશે. જ્યારે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ દર વખતની જેમ આ વખતે પણ મેડલ લઈ જવામાં ટોપ પર રહેશે. 29મી ડિસેમ્બરે આયોજિત પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે. જેના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ અને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
138માંથી 53 ગોલ્ડ મેડલ છે. જેમાંથી 15 વિદ્યાર્થી અને 38 વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલની સંખ્યા 70ની છે. જેમાં 46 વિદ્યાર્થિની અને 24 વિદ્યાર્થીઓ આ ગોલ્ડ મેડલ મેળવશે. જ્યારે 108માંથી 33 પ્રાઈઝ વિદ્યાર્થીઓને અને 75 પ્રાઈઝ વિદ્યાર્થિનીઓને મળશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાઈઝ 73 વિદ્યાર્થિની અને 37 વિદ્યાર્થીઓને એનાયત કરાશે.