વિવાદોનો મધપૂડો કહી શકાય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામા પણ કઈકને કઈક વિવાદો વકર્યા કરે છે તેમ આ વર્ષે પણ PHDની 80% સીટો ખાલી રહેતા બે દિવસ પહેલા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુત અને તેની ટીમે કુલપતિને રજૂઆત કરીને નિર્ણય બદલાવવા ચીમકી ઉચ્ચારી હતી અને અલ્ટીમેટમ આપ્યું હતું, જેને લઇને આજે કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરોએ કુલપતિની ઓફિસનો ઘેરાવ કરીને હલ્લાબોલ કર્યો હતો અને તાળાબંધી કરી હતી.
કોંગ્રેસની સ્પષ્ટ માંગ હતી કે, તમે PHDના પ્રવેશમાં UGCના નિયમોની હઠ પકડીને પ્રક્રિયા જટિલ બનાવી હતી અને બાદમાં સીટો ખાલી રહી તો કેમ મનગણત નિર્ણયો લ્યો છો ! વિદ્યાર્થી કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે, જે વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જ PHD પ્રવેશ પ્રક્રિયા પાસ કરી છે, તેઓને જે-તે સમયે ગાઈડોના અભાવે પ્રવેશ નહોતો મળ્યો તો એમને પણ ખાલી રહેલ સીટોમાં રજીસ્ટેશન કરી તક આપવી જોઈએ પરંતુ, કુલસચિવે ખાલી સીટોમાં માત્ર GSET અને JRF પાસ ઉમેદવારોને જ રજિસ્ટ્રેશન માટેના નિયમો બનાવતાં વિદ્યાર્થીઓમા રોષ જોવા મળ્યો હતો.