સૌરાષ્ટ્ર યુનિ.માં Ph.D.ના એડમિશન માટે NET ફરજિયાત નહીં!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓમાં પીએચ.ડી. એડમિશન બાબતે અસમંજસ હતી. કારણ કે, ચાલુ વર્ષની શરૂઆતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા પીએચ.ડી.માં એડમિશન માટે નેશનલ એલીજીબિલિટી ટેસ્ટને ફરજિયાત ગણવામાં આવી હતી. જોકે, પુખ્ત વિચારણાને અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિશોએ આ વર્ષે UGCનું અનુકરણ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે, જેથી આ વર્ષે પીએચ.ડી.માં એડમિશન માટે આગામી મહિને પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં માસ્ટર ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ તો અગાઉ પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ ગાઈડના અભાવે એડમિશન મેળવી શકતા વિદ્યાર્થીઓએ મેરીટ ટેસ્ટ આપવાની રહેશે. યુનિવર્સિટીમાં દર વર્ષે 1,200 જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી.માં એડમિશન માટેની એન્ટ્રન્સ અને મેરીટ ટેસ્ટ આપે છે. જોકે, તેમાંથી 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે, પરંતુ ગાઈડના અભાવે 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાના જણાવ્યાં પ્રમાણે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ, આ વર્ષે પીએચ.ડી.માં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ NET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જોકે, હવે અગાઉ પીએચ.ડી. પાસ કરેલા અને પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે UGC NETની અમલવારી કરવાનું મોકૂફ રાખવામાં આવ્યુ છે. કાર્યકારી કુલસચિવ ડૉ. રમેશ પરમારે જણાવ્યું હતું કે, એક મહિનામાં Ph.D. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમા માસ્ટર ડિગ્રી પાસ થયેલા વિદ્યાર્થીઓને પીએચ. ડી. એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. જ્યારે અગાઉ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કરેલી હોય અને NET પરીક્ષા પણ પાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓએ મેરીટ ટેસ્ટ આપવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *