સૌરાષ્ટ્ર યુનિ.માં 30મીથી 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. 120 પરીક્ષા કેન્દ્ર પરથી યોજાનારી આ એક્ઝામમાં 55 ઓબ્ઝર્વર ફરજ બજાવવાના છે. પરીક્ષાના સીસીટીવી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવાનું અગાઉથી જ બંધ કરી દેવાયું છે અને CCTV ના મોનીટરીંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વખતની પરીક્ષામાં યુનિવર્સિટી ગેરરીતિના કિસ્સાઓ છૂપાવે છે કે, જાહેર કરે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત પરીક્ષાના પરિણામો સમયસર ત્રણ માસમાં જાહેર થાય તેવી વિદ્યાર્થીઓમાં માગણી ઉઠી છે.

યુનિવર્સિટીમાં 30 માર્ચના સોમવારથી બેચલર ડિગ્રીના સેમેસ્ટર -6 અને માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જેમાં સેમેસ્ટર-6માં બી.એ.માં 13686, બી.કોમ.માં 11493, બી.સી.એ.માં 5903, બી.બી.એ.માં 2992 અને એલ. એલ. બી.માં 2311 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે માસ્ટર ડિગ્રીમાં સેમેસ્ટર-4માં એમ. કોમ. રેગ્યુલરમાં 1544 અને એક્સટર્નલમાં 1310 તો એમ.એ. રેગ્યુલરમાં 738 અને એક્સટર્નલમાં 1466 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *