સૌરાષ્ટ્ર યુનિ.માં વેસ્ટ ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સાથે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા મળી છે. જેમાં વેસ્ટ ઝોનની ક્રિકેટ સ્પર્ધાનો આજે 27મી જાન્યુઆરીથી પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં દેશના પાંચ રાજ્યોની 154 યુનિવર્સિટીની ટીમે ભાગ લીધો છે. જે 8મી ફેબ્રુઆરી સુધી યોજાશે અને ત્યારબાદ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ પણ અહીં જ યોજાવાની છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતના 9 મેદાનો પર ક્રિકેટ ટુર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં યોજાનારી ક્રિકેટ સ્પર્ધામાં અંડર-25ના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતના 9 મેદાનો પર રણજી, IPL ના નેશનલ – ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે. 8 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ્યારે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થશે ત્યારે કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવીયા, ગુજરાત રાજ્યના રમત ગમત મંત્રી એવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ ખેલાડીઓ જેવા કે રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા અને જયદેવ ઉનડકટને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ 27 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી છે. સવારે 9 થી 12.30 અને બપોરે 1.30 થી 4.30 દરમિયાન અલગ અલગ મેચો યોજાશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગોવાની 154 યુનિવર્સિટીના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *