સૌરાષ્ટ્ર યુનિ.ને રાષ્ટ્રીય કક્ષાની 3 સ્પર્ધા મળી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે. જેમાં આજે બાસ્કેટબોલની ઇવેન્ટ યોજાઈ હતી. અત્યારસુધીમાં 20 ઇવેન્ટ યોજાઈ ચૂકી છે. હજુ 20 ઇવેન્ટ બાકી છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની 3 ગેમ યોજાશે. જેમાં ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા જ્યારે હેન્ડ બોલ બહેનોની વેસ્ટ ઝોન સ્પર્ધા યોજાશે. જેને લઇને ખેલાડીઓ માટે 30 દિવસનો કેમ્પ યોજાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે જેમાં 20 જેટલી સ્પર્ધાઓ પૂર્ણ થઈ ચૂકી છે. હજુ 20 સ્પર્ધાઓનું આયોજન થવાનું બાકી છે આ આંતર કોલેજ સ્પર્ધાઓમાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ઓક્ટોબરમાં ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધાનું આયોજન થશે જેમાં વેસ્ટ ઝોન કક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ભાગ લેશે. આ સાથે જ આર્ચરી સ્પર્ધા પણ ઓક્ટોબરમાં યોજાશે.

ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ત્રણ સ્પર્ધાનું આયોજન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં જાન્યુઆરીમાં ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન સ્પર્ધા યોજાશે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત માર્ચ મહિનામાં હેન્ડબોલ બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *