સૌરાષ્ટ્ર યુનિ.નું BCA સેમ.5નું પેપર રદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના લેવાયેલું BCA સેમેસ્ટર 5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે. કારણકે જામનગરની એચ.જે દોશી કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પોતાની કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા માટે જે પેપર કાઢવામાં આવ્યું હતું. તે જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા ABVPના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતા યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું છે. હવે આ થિયરી પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે. જેનાથી 2200 વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ગત 12 નવેમ્બરના લેવાયેલુ બીસીએસ સેમેસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર એક સરખું નીકળ્યું હોવાથી આ પેપર રદ કરવામાં આવ્યું છે. હવે આ આ પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે. જોકે તેમાં ગંભીર ભૂલ કરતા અધ્યાપકને કોઈપણ જાતની સજા જાહેર કરવામાં આવી નથી કે આ અધ્યાપકની ભૂલના કારણે ફરીથી પેપર લેવાની ફરજ પડી છે તેવું પણ પરિપત્રમાં ક્યાંય લખવામાં આવ્યું નથી. જેથી યુનિવર્સિટી અધ્યાપકને બચાવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જામનગરની દોશી કોલેજના અધ્યાપકે ગંભીર ભૂલ કરી હોવાનો આક્ષેપ ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 13 નવેમ્બરના રોજ ABVPના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ધરમ સોઢીયાની આગેવાનીમાં થયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, આજના બીસીએસ સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયના પેપરમાં છબરડા સામે આવ્યા હતા. જામનગરની એચ.જે.દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં લેવાયેલું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં લેવામાં આવ્યું હતું. બંને પેપર એક સરખા હતા. જેથી પેપર સેટ કરનાર જામનગરની દોશી કોલેજના અધ્યાપક હિરલ પંડ્યા દ્વારા ગંભીર ભૂલ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો અને તે સાચો ઠર્યો હતો. કારણ કે બંને પેપર એક સરખા જ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *