સૌરાષ્ટ્ર યુનિ.ની વિવાદિત ભરતીની પરીક્ષા લેવાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગની 59 જગ્યા પર ભરતી માટેની 16 માર્ચના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ખાનગી એજન્સીને પરીક્ષાની કામગીરીની સોંપણી તેમજ અનામત નીતિનો અમલ ન કરાયાના આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. લેખિત પરીક્ષા લેવામાં આવશે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. જોકે આ વચ્ચે આજે વર્ગ 3 ની કાયમી ભરતી માટે લેખિત પરીક્ષા A લેવામાં આવી હતી જેમાં 1174 માંથી 767 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

આ દરમિયાન સાંજે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેમાં કોઈ વાંધો સૂચનો હોય તો 19 માર્ચ સુધીમાં રજૂ કરી શકશે. જે બાદ ફાઈનલ આન્સર કી જાહેર થશે અને તેમાં મેરીટમાં આવતા ઉમેદવારો આગામી 19 એપ્રિલના યોજાનારી પરીક્ષા B આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *