સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં UPSC સેન્ટરમાં IAS-IPS બનવા માટેના તાલિમ વર્ગો ઓક્ટોબરથી શરૂ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ આઇએએસ/ આઇપીએસ બની ઉચ્‍ચ પદવી હાસલ કરે તે હેતુ થી SU-JIO UPSC ભવન શરૂ કરવામાં આવેલ છે, આ SU-JIO UPSC ભવન અંતર્ગત 5 વર્ષમાં કુલ 21 વિદ્યાર્થીઓએ UPSC પ્રિલિમ્‍સ પરીક્ષા અને 2 વિદ્યાર્થીએ UPSC ઈન્‍ટરવ્‍યું સુધી પહોંચી આગળ વધેલ છે. હાલ ગુજરાત અને ભારત સરકાર અંતર્ગત કુલ 75 થી વધુ વિદ્યાર્થીઓ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને UPSCનું શ્રેષ્ઠ કોચિંગ મળે તે માટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત આ ભવનમાં જૈન ઈન્‍ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (જીયો) તરફથી દિલ્‍હીથી UPSC ના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આ કોચિંગ સંપૂર્ણ નિઃશુલ્‍ક છે. આ કોચિંગ સેવાનો લાભ મેળવવા સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે SU-JIO UPSC BHAVAN કોચિંગ માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરી નિઃશુલ્‍ક કોચિંગ મેળવે. પ્રવેશ પરીક્ષા ટાઇમ ટેબલ મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તા. 30 સપ્ટેમ્બર છે. પ્રવેશ પરીક્ષાની અંદાજીત તારીખ 6 ઓક્ટોબર છે અને તાલીમ વર્ગો ઓકટોબરથી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *