સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓલ ઈન્ડિયા યુનિ. ક્રિકેટ સ્પર્ધાનો પ્રારંભ

ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી 8 ફેબ્રુઆરીના ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો જેનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ ક્રિકેટર અને સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટના હસ્તે કરાયુ હતુ. તેમણે આ ગ્રાઉન્ડ પર ચેતેશ્વર અને કે. એલ. રાહુલ સાથે રમેલી યાદગાર મેચના અનુભવો વર્ણવ્યા હતાં. જેમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

તેમણે ખેલાડીઓને સ્પોર્ટ્સ અને એજ્યુકેશન વચ્ચેનું બેલેન્સ ન બગડવા દેવાની સલાહ આપી હતી, તો સ્પોર્ટ્સ ફોકસ શીખવે છે તેવું કહ્યું હતું. આ તકે વેસ્ટ ઝોનની 154 યુનિવર્સિટીઓ વચ્ચેની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ત્રીજું સ્થાન હાંસલ કરી ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાય થતા ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે 9 મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં રણજી અને અન્ડર 19 તેમજ અંડર 23 રમેલા ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે ઓલ ઇન્ડિયા ક્રિકેટ ભાઈઓની ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આ તકે ઇન્ટરનેશનલ ક્રિકેટર જયદેવ ઉનરકટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ક્રિકેટ રમું છું અને દર વખતે હું સ્ટેજની સામેની તરફ હોવું છું પરંતુ આ વખતે પ્રથમ વખત સ્ટેજ ઉપર છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *