સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ફૂટબોલ ભાઈઓ-બહેનોની ઇન્ટર કોલેજ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાઈઓમાં પ્રથમ સ્થાને કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તો બહેનોમાં જામનગરની ગોસ્વામી કોલેજે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમમાં વિજેતા થનાર ટીમમાથી બેસ્ટ 16 ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવશે અને તેઓ ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.
યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, આંતર કોલેજ ફૂલટોલ સ્પર્ધામાં 10 કોલેજોના 160 ભાઈઓ અને 9 કોલેજોના 120 બહેનો એમ કુલ 19 કોલેજોના 280 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં બંને ટીમમાં ભાઈઓ અને બહેનોએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવ્યું હતું.
સમગ્ર સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર તમામ ટીમોને તથા વિજેતા ખેલાડીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર મનીષ ધામેચા તથા ઇન-ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશભાઈ રાબાએ શુભેચ્છા પાઠવી હતી અને તેમની પ્રતિભાનું અભિનંદન કર્યું હતું.આ સ્પર્ધાનું સફળ સંચાલન ડૉ. ભાવેશભાઈ રાબાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ. જ્યારે સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.