સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મહિલા હેન્ડબોલ ટીમ ચેમ્પિયન

રાજકોટના આંગણે રમાયેલી AIU વેસ્ટ ઝોન હેન્ડબોલ મહિલા ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિજયપતાકા લહેરાવીને ઇતિહાસ રચી દીધો છે. ગુજરાતના રમતગમતના ઇતિહાસમાં આ પ્રથમ અવસર છે જ્યારે કોઈ મહિલા હેન્ડબોલ ટીમ વેસ્ટ ઝોન સ્તરે ચેમ્પિયન બની હોય. આ ઐતિહાસિક સિદ્ધિએ રાજ્યના ખેલ જગતમાં ગૌરવનો નવો અધ્યાય ઉમેર્યો છે.

આજે સવારે રમાયેલી ફાઈનલ મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે University of Rajasthan સામે શાનદાર રમતનું પ્રદર્શન કરતા 24–20ના સ્કોરથી જીત મેળવી ચેમ્પિયનશિપનો તાજ પોતાના નામે કર્યો હતો. આખી ટુર્નામેન્ટ દરમિયાન ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ સંકલન અને દ્રઢ મનોબળનો પરિચય આપ્યો હતો, જે અંતે સુવર્ણ સફળતામાં પરિણમ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *