સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત અને પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત બેડમિન્ટન ભાઈઓની 2024/25 સ્પર્ધા તારીખ 20 ઓગસ્ટ 2024ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવી હતી. જેમાં 26 કોલેજોમાંથી કુલ 68 ખેલાડી ભાઇઓએ જ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે વર્મા પ્રેમરાજ – ગોસર હંસરાજ કોલેજ જામનગર, દ્વિતીય ક્રમે ચૌહાણ અમુલ – યુએન મહેતા કોલેજ મોરબી, તૃતીય ક્રમે કટારિયા દર્શિત – એમ.ટી ધમસાણીયા કોલેજ રાજકોટ, ચતુર્થ ક્રમે પંડ્યા કિશન – ડી.ડી.ડી. કોલેજ અમરેલી,પાંચમા ક્રમે વોરા આર્યન – એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર, અને છઠ્ઠા ક્રમે જય ખેતવાની – ગોસર હંસરાજ કોલેજ જામનગર. ટુર્નામેન્ટમાં વિજેતા રહ્યા હતા. આ તમામ વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલા અને આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે આગળ પણ મોકલવામાં આવશે.