રાજકોટના કાલાવડ રોડ ઉપર સૌરાષ્ટ્ર હાઇસ્કુલના પરિસરમાં કોલેજ સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી વિષયના શિક્ષકોને તાલીમ આપતી એલઆઈટી (ઇસ્ટિટ્યુટ ઓફ લેંગ્વેજ ટીચિંગ) કોલેજ કાર્યરત છે. કોલેજની શૈક્ષણિક અને વહીવટી ગુણવતાનું ગ્રેડેશન કરતી ભારત સરકારની સ્વાયત સંસ્થા એનએએસી દ્વારા હાલમાં જ કોલેજના ટીચિંગના મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અભ્યાસક્રમ, ટીચિંગ લર્નિંગ પ્રક્રિયા, સમાજ ઉપયોગી કાર્યક્રમો વધારાનું પ્રશિક્ષણ આપતા મુદ્દાઓ, રમત ગમત અને કલા ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓને મળતી મદદ અને સંસ્થાને મળતું નેતૃત્વ જેવા મુદ્દાઓને ધ્યાને રાખી સતત બે દિવસ એનએએસી બેંગ્લોરથી આવેલા ત્રણ નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અને તેના અહેવાલ બાદ નિષ્ણાંતોની કમિટીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ બી.એડ. કોલેજને B++ ગ્રેડ આપ્યો હતો.