સૌરાષ્ટ્ર-કચ્છમાં 28 લાખ ગ્રાહકોના વીજ કનેક્શન કપાશે

રાજકોટ PGVCL 25 ફેબ્રુઆરીએ ડીસકનેક્શન ડે ઉજવશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 28.68 લાખ ગ્રાહકો એવા છે કે, જેઓએ રૂપિયા 652.99 કરોડનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી. તેઓને ત્યાં PGVCLની 2700 ટીમ ત્રાટકશે અને વીજ કનેક્શન કાપી નાખશે.

રાજકોટ સ્થિત PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાને જણાવ્યું હતું કે, પશ્ચિમ ગુજરાત વિજ લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં રૂપિયા 650 કરોડ જેટલું લેણું બાકી છે. જેમાં 28.68 લાખ વીજ ગ્રાહકો છે. જેમનું 2થી 6 માસ સુધીનું વીજ બિલ બાકી છે. માર્ચ માસ નજીક આવતા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. પાલિકાઓનું ઘણા સમયથી વીજ બિલ બાકી છે, પરંતુ તે આવશ્યક સેવાઓમાં આવતી હોવાથી આ ડ્રાઈવમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *