આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં 25 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર મતદાન સૌથી વધારે મહત્વનું ગણાશે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં મતદાન દરમિયાન ઘણા ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. મતદાનના આકે કલાક પહેલા એટલે કે સવારના 6 વાગ્યાથી લોકોએ મતદાન મથકો પર લાઈનો લગાવી દીધી હતી. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાસ્પદ નિવેદનની પણ અસર જોવા મળશે. બીજી તરફ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે. એટલે કે, અહીં લેઉવા-કડવા પટેલ વચ્ચે ભારે જંગ જામશે.
રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મતદાન કર્યું
ધાનાણીએ ઘરે ભગવાનની પૂજા કરી