સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી આજથી લઈને 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવના છે.

આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે LCS-3 લગાવવામાં આવ્યું છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. જામનગર , અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *