સૌરાષ્ટ્રની જળ સમસ્યાનો એક જ વિકલ્પ કલ્પસર યોજના

માનસ સદભાવના રામકથામાં વિનુભાઈ ગાંધી હાજર રહ્યા હતા. 97 વર્ષના વિનુભાઈ ગાંધીએ આ તકે સૌરાષ્ટ્ર કચ્છની જળ સમસ્યાનો એક જ વિકલ્પ કલ્પસર યોજના વિષે માહિતી આપી હતી. વિનુભાઈ ગાંધી તેમજ કલ્પસર સરોવર સમિતિના સભ્યો પરસોત્તમ કમાણી, વિજય ડોબરિયા, વસંત લીંબાસીયા, દિલીપ સખિયા, પુનીત ચોવટિયા દ્વારા માનસ સદભાવના રામકથા દરમિયાન કલ્પસર સરોવરનો લાઈવ ડેમો પણ બતાવવામાં આવ્યો હતો.

લાખો લોકોએ એ લાઈવ ડેમો નિહાળ્યો હતો. આ સાથે કલ્પસર સરોવરના વિવધ ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. આ તકે રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ગોવિંદ ધોળકિયા, મથુર સવાણી, લાલજી પટેલ, કેશુ ગોટી, ગોરધન ઝડફિયા સાથે આણંદબાવા સંસ્થા, જામનગરનાં મહંત દેવપ્રસાદજી મહારાજ, એસ.જી.વી.પીનાં અધ્યક્ષ માધવપ્રિયદાસજી સાથે સહીત અનેક સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં આ યોજના શરૂ થઇ ગઇ હતી, તેનું બજેટ નિર્માણ પણ શરૂ થઇ ગયું હતું, પરંતુ કોઈ પણ કારણસર આ યોજનાનો અમલ ન થયો હોવાથી વિનુભાઈ ગાંધીનાં માર્ગદર્શન હેઠળ કલ્પસર જળ જાગૃતિ સમિતિ બનાવવામાં આવી છે. આ યોજના વહેલામાં વહેલી તકે શરૂ થાય એ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીને આ બાબતે વિનંતી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *