કોટડાસાંગાણીના સોળીયા ગામે મજૂરી કરીને ગુજરાન ચલાવતો પરિવાર પ્રસંગમાં ગયો હતો ત્યારે કોઇ કારણોસર આગ લાગી હતી, તેમાં ઘરવખરી બળીને ખાખ થઇ જવા પામી હતી. જો કે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યું છે. ઘરમાં કપાસનો જથ્થો પણ ઉતારીને રખાયો હતો તે પણ બળીને ખાખ થઇ ગયો હતો. સોળિયા ગામે ખોરાભાઇ જીજરીયા વિધવા બહેન અને બે પુત્ર સાથે રહે છે, મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.
જેઓ પોતાના કુટુંબિક લગ્ન પ્રસંગમાં ગામમાં ગયા હતા અને પાછળથી મકાનમાં આગ લાગી જતાં મકાનમાં ઘણી નુકસાની થઇ હતી અને ઘરવખરી પણ બળીને ખાખ થઇ જવા પામી હતી, એટલું જ નહીં, 15 મણ કપાસ પણ ઉતારીને રાખ્યો હતો તે પણ બળી જવા પામ્યો છે. ખોરાભાઇ 7 સભ્યોના પરિવારનું જતન કરી રહ્યા હતા અને હવે ઘર ખાલી થઇ જવા પામ્યું છે. ઘરમાં રહેલા પંખો, ફ્રીજ, એક ટીવી સહિતના ઉપકરણો તેમજ સામાન હતા તેનો નાશ થઇ ગયો હતો.