સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ડ્રાઇવ, 2 દિવસમાં 112 આસામી દંડાયા

રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2021 અન્વયે તારીખ 4 અને 5 એમ કુલ 2 દિવસ ત્રણેય ઝોનમાં મુખ્ય માર્ગો પર ડ્રાઇવ યોજાઇ હતી

અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં વેપારીઓ તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કુલ 112 આસામી પાસેથી રૂ. 34,700નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. કામગીરી નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસિસ્ટન્ટ પર્યાવરણ ઇજનેર અને સેનિટેશન ઓફિસરની હાજરીમાં કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *