સોરઠિયા વાડી સર્કલ પાસે રાઇડ્સ શરૂ કરવા વીજલાઇનમાં લંગરિયાથી બ્લાસ્ટ

શહેરના સોરઠિયા વાડી સર્કલ પાસે પવનપુત્ર ચોક પાસે કોઈ પણ મંજૂરી વગર હીંચકા અને જમ્પિંગ ટ્રેમ્પોલીન લગાવતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોને પણ પારાવાર ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યાં રહેતા સ્થાનિકોએ મહાનગરપાલિકાના દબાણ વિભાગ અને પીજીવીસીએલમાં પણ જાણ કરી છે. છેલ્લા ઘણા સમયથી બાળકો માટેની રાઇડ્સ, જમ્પિંગ ટ્રેમ્પોલીન રોડ પર રાખી તેમાં હવા ભરવા માટે ત્યાં આવેલા સબસ્ટેશનમાં લંગરિયા નાખતો હોય તે વેળાએ બ્લાસ્ટ થતાં નાસભાગ મચી ગઇ હતી.

જોકે આ ઘટનામાં બાળકો ત્યાં હાજરના હોય મોટી દુર્ઘટના ટળી હતી. સાંજના સમયે આ વ્યક્તિએ બાળકોનું જમ્પિંગ ટ્રેમ્પોલીન ચાલુ કરવા માટે લંગરિયા નાખતા થોડી જ વારમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાં હાજર લોકો પણ દોડી આવ્યા હતા. દરમિયાન ભક્તિનગર પોલીસ મથકના જમાદાર હિતેન્દ્રસિંહ સહિતના સ્ટાફે પહોંચી દૂધસાગર રોડ પર રહેતા સદામ યુનુશભાઇ કુરેશી નામના શખ્સ સામે લોકોને ત્રાસ થાય તે રીતે રોડ પર રાઇડ્સ રાખી ટ્રાફિકને નડતર રૂપ થયા હોવા સહિતનો ગુનો નોંધી તેની અટકાયત કરી વિશેષ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *