11 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે સોનું 412 રૂપિયા સસ્તું થઈને 1,09,223 રૂપિયા પર આવી ગયું છે. ગઈકાલે તેનો ભાવ 1,09,635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,10,560 છે.
તેમજ, ચાંદી 327 રૂપિયા ઘટીને 1,24,267 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગઈકાલે એક કિલો ચાંદીનો ભાવ 1,24,594 રૂપિયા હતો. 9 સપ્ટેમ્બરના રોજ સોનાએ 1,09,635 રૂપિયા અને ચાંદીએ 1,24,770 રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી.