23 ફેબ્રુઆરીએ તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 3,362 રૂપિયા વધીને 1,58,428 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલા તે 1,55,066 રૂપિયા પર હતો. અમદાવાદમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1.61 લાખને પાર થયો છે.
જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 15,236 રૂપિયા વધીને 2,65,550 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે તેની કિંમત 2,50,314 રૂપિયા પ્રતિ કિલો હતી. એક્સપર્ટ્સના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીની કિંમતો હજી વધી શકે છે.
આ વર્ષે સોનું 25,000 રૂપિયા અને ચાંદી 35,000 રૂપિયા મોંઘી થઈ
આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 25,000 રૂપિયા અને ચાંદી 35,000 રૂપિયા મોંઘી થઈ ચૂકી છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી.