સોની વેપારીની દુકાનમાંથી હાથફેરો કરનાર 4 આરોપી ઝડપાયા, 85 લાખનું સોનું કબજે

શહેરના સોનીબજારમાં પેઢી ધરાવતા તરૂણભાઇ પાટડિયાને ત્યાં એક જ દિવસ કામ કરનાર બંગાળી કારીગર રૂ.1 કરોડની કિંમતનું 1349.30 ગ્રામ સોનું તફડાવી ગયો હતો, આ મામલામાં ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવિઝન પોલીસે ચાર આરોપીને ઝડપી લઇ રૂ.85 લાખનું સોનું કબજે કર્યું હતું.

પોલીસે તરૂણભાઇની પેઢીમાંથી સોનું તફડાવી જનાર જીન્નોત ઉર્ફે સફીફુલ શેખને પોલીસે મેઘાલયના ચેરાપુંજીથી ઝડપી લઇ નવ દિવસના રિમાન્ડ પર લીધો હતો, જીન્નોતે કેફિયત આપી હતી કે, ચોરીનું કાવતરું પશ્ચિમ બંગાળના સહાજન જલીલ મંડલ, પિન્ટુ ઇર્શાદઅલી શેખ અને જાફર હુસેન શેખ સાથે મળીને રચ્યું હતું.

પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીને પણ પકડી લઇ ચોરી થયેલા સોનામાંથી રૂ.85 લાખનું સોનું કબજે કર્યું હતું, અન્ય સોનું કોને વેચ્યું તે સહિતના મુદ્દે પોલીસે ચારેયની પૂછપરછ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *