સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલનાં જન્મદિવસ નિમીતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ મંદિરનું લોકાર્પણ કરાયું

જય મુરલીધર ડેવલોપર્સ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર પ્રકૃતિ અને જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલનાં 42માં જન્મદિવસે વીરાભાઇ હુંબલનાં બહોળાં મિત્રવર્તુળ તથા હુંબલ પરીવાર દ્વારા કટારીયા ચોકડી ખાતે જળ મંદિર (પાણીની પરબ)ના લોકાર્પણનું આયોજન ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સહયોગથી કરાયું હતું.”ચેરીટી બીગીન્સ ફોમ હોમ” નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની ઉજવણી સેવાકીય કાર્યક્રમોથી જ કરાય તેવો વિશિષ્ટ ચીલો સમાજમાં પાડવાનાં પવિત્ર મનસુબાથી પર્યાવરણ પ્રેમી, ગૌ ભકત વીરાભાઈ હુંબલનાં બહોળાં મિત્રવર્તુળ તથા હુંબલ પરીવારે તેમનાં જન્મદિનને નિમીત બનાવી આ આયોજન કરાયું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખિયા દ્વારા 11,111 ચેકડેમો તૈયાર કરવાનો તેમજ 11,111 બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 11થી વધુ ચેકડેમો તથા 100થી વધુ બોર રિચાર્જ થયા છે, જેનાથી રાજકોટ શહેરમાં હાલમાં ભૂગર્ભની જળસપાટી વરસાદી પાણીનાં તળ ખુબ જ ઉંચા આવશે જેનાથી લોકોનાં આરોગ્યમાં સુધારો થશે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 200થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ અમૃત સરોવર નવા બનાવ્યા છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયું છે તેમજ વર્ષો સુધી ખેડૂતોને ખુબ જ આ મોટો ફાયદો થવાથી પ્રકૃતિની રક્ષા થશે, તેથી સૃષ્ટી પરના પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થઇ રહી છે. જળ સેવાયજ્ઞમાં જાહેર જીવનનાં વિવિધ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *