શહેરમાં બેકાબૂ બનેલા તસ્કરોને કાબૂમાં લેવા પોલીસ એકશનમાં અાવી હોય તેમ બે દિવસ પહેલા પરાબઝારમાં મહેતા સેલ્સ એજન્સી નામની દુકાનના છાપરા તોડી રૂ.4.52 લાખની માલમતાની ચોરી થયાની ફરિયાદના આધારે એલસીબી ઝોન-2ની ટીમે માહિતીને આધારે દુકાનના પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોને ઝડપી લઇ તેની પાસેથી ચોરાયેલ તમામ માલ તેમજ રિક્ષા,મોબાઇલ,રોકડ સહિત કુલ રૂ.5.28 લાખની મતા કબજે કરી તેની પૂછતાછ કરતા મોજશોખ પૂરા કરવા માટે પૂર્વ કર્મચારીએ પોલીસ પુત્ર સહિત ત્રણ મિત્રોને સાથે રાખી વીથ થાંભલા પરથી ચડીને ચોરી કરી હતી અને જાણકાર હોય મોંઘી વસ્તુઓ જ ઉઠાવી હતી અને પોપટપરામાં પોલીસ પુત્રના મકાન પાસે છુપાવી ગ્રાહક શોધવા નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસે માહિતીને આધારે ચાર શખ્સોને ઉઠાવી લીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પરાબઝારમાં મહેતા સેલ્સ એજન્સી નામની દુકાનની ત્રીજા માળે બારીની ગ્રીલ તોડી તસ્કરો રૂ.4.52 લાખની કિંમતના કેટબરી, ફેર એન્ડ લવલી,માચીસ,ગોદરેજ અને ડવ સાબુ, ઇનો, નવરત્ન તેલ, કોલગેટ, ડેટોલ, હેર કલરનો જથ્થો ચોરી ગયાની એ ડિવિઝન પોલીસમાં વેપારીએ ફરીયાદ કરતા એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે માહિતીના આધારે રિક્ષાચાલક પોપટપરામાં રહેતો ઘનશ્યામસિંહ ઉર્ફે ધનો રાજેન્દ્રસિંહ ઝાલા તેની પાડોશમાં રહેતો નિવૃત્ત પોલીસ પુત્ર ભગીરથસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા,જંગલેશ્વરમાં રહેતો કિશન લાલજીભાઇ ગેડાણી અને સદામ જાવિદભાઇ અંસારીને ઉઠાવી લઇ આકરી પૂછતાછ કરતા ચારેયને સાથે બેઠક હાેય મોજશોખ પૂરા કરવા માટે કંઇક કરવાની વાત કરી હતી