સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83,818 પર બંધ

4 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83,818 પર બંધ થયો. નિફ્ટી 48 પોઈન્ટ વધીને25,776 પર બંધ થયો.

ઓટો, એનર્જી અને એફએમસીજી શેરોમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે આઇટી અને બેંકિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરોમાં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો તેજી સાથે બંધ થયા.

જ્યારે ગઈકાલે સેન્સેક્સમાં 2500 પોઈન્ટની તેજી રહી હતી. નિફ્ટી પણ 639 પોઈન્ટ વધીને બંધ થયો હતો. ટ્રમ્પે ભારત પર ટેરિફને 50%થી ઘટાડીને 18% કરી દીધો છે, જેના કારણે બજારમાં તેજી જોવા મળી હતી.

ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર

જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.60% ઘટીને 54,391 પર અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.41% વધીને 5,309 પર કારોબાર કરી રહ્યો છે.
હોંગકોંગનો હેંગસેંગ 0.68% વધીને 26,653 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.076% વધીને 4,070 પર ટ્રેડ કરી રહ્યો છે.
3 ફેબ્રુઆરીના રોજ અમેરિકાનો ડાઉ જોન્સ 0.34% ઘટીને 49,407 પર બંધ થયો. નેસ્ડેક 1.43% અને S&P 500 0.84% ઘટીને બંધ થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *