સેન્સેક્સ 604 પોઈન્ટ ઘટીને 83,576 પર બંધ

9 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 605 પોઈન્ટ અથવા 0.72% ઘટીને 83,5576 પર બંધ થયો. નિફ્ટી પણ 193 પોઈન્ટ (0.75%) ઘટીને 25,683 પર બંધ થયો.

આજના કારોબારમાં રિયલ્ટી અને ઓટો શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 2.26% ઘટીને બંધ થયો. ઓટો ઇન્ડેક્સ 1.15% ઘટ્યો. આ દરમિયાન, આઇટી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વધારો થયો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 0.28% વધીને બંધ થયો.

બીએસઈના ટોપ 30 શેરોમાંથી 21 લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 9 શેર ગ્રીન નિશાનમાં બંધ થયા હતા. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સમાં 2186 પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ દરમિયાન, NSE નિફ્ટીમાં 2.5 ટકાનો ઘટાડો થયો. આ તીવ્ર ઘટાડાને કારણે સતત પાંચ ટ્રેડિંગ સત્રોમાં BSEના માર્કેટ કેપમાં ₹13 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *