શેરબજાર 27 જાન્યુઆરી (મંગળવાર) ના રોજ તેજી સાથે બંધ થયું. સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 81,857ના સ્તરે બંધ થયો. નિફ્ટી પણ 126 અંક વધ્યો, તે 25,175 ના સ્તરે બંધ થયો.
મેટલ સેક્ટરમાં સૌથી વધુ 3% ની તેજી જોવા મળી. PSU બેંક અને પ્રાઇવેટ બેંક સેક્ટરમાં પણ 1% થી વધુની તેજી જોવા મળી. સેન્સેક્સ 30 માંથી 18 શેરોમાં તેજી અને 12 માં ઘટાડો જોવા મળ્યો.
એક્સિસ બેંક, અદાણી પોર્ટ્સ અને ટેક મહિન્દ્રાના શેરોમાં 5% સુધીની તેજી જોવા મળી. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ અને કોટક મહિન્દ્રા બેંકના શેરોમાં 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો.
ગ્લોબલ માર્કેટમાં તેજી
એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 2.73% વધીને 5,084 પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.85% વધીને 53,333 પર બંધ થયો.
હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.35% વધીને 27,126 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.18% વધીને 4,139 પર બંધ થયો.
26 જાન્યુઆરીએ અમેરિકી બજાર ડાઉ જોન્સ 0.64% વધીને 49,412, નાસ્ડેક ઇન્ડેક્સ 0.43% અને S&P 500 0.50% વધીને બંધ થયા.