સેન્સેક્સ 1131 પોઈન્ટ વધીને 75,301 પર બંધ થયો

18 માર્ચે સેન્સેક્સ 1131 પોઈન્ટ વધીને 75,301ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 325 પોઈન્ટ વધીને 22,834ના સ્તરે બંધ થયો હતો.

BSEના 30 શૅર્સમાંથી 26 શેરમાં તેજી રહી. સૌથી વધુ વધારો ઝોમેટોમાં 7.43%, ICICI બેંકમાં 3.40% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 3.07% હતો. તેમજ, NSEના 50 શૅર્સમાંથી 46માં તેજી રહી.

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO 20 માર્ચે ખુલશે. રોકાણકારો 25 માર્ચ સુધી આ ઇશ્યૂ માટે બોલી લગાવી શકશે. કંપનીના શેર 28 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે.

અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર (17 માર્ચ)ના રોજ, સેન્સેક્સ 361 પોઈન્ટના વધારા સાથે 74,190 પર બંધ થયો. નિફ્ટી 111 પોઈન્ટ વધીને 22,508 પર બંધ થયો. આજના કારોબારમાં ફાર્મા, બેંક અને ઓટો શેર સૌથી વધુ વધ્યા.

નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ 1.56% વધ્યો. બેંક અને ઓટો શેર પણ લગભગ 1% વધ્યા. રિયલ્ટી, એફએમસીજી અને મીડિયા સેક્ટરમાં લગભગ 0.50%નો ઘટાડો થયો. જ્યારે સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ, એમ એન્ડ એમ અને એક્સિસ બેંક ટોપ ગેનર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *