સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી 1,773 પોઈન્ટ વધીને બંધ

2 એપ્રિલના રોજ સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી 1,773 પોઈન્ટ વધીને બંધ થયો. સવારે તે ભારે દબાણ હેઠળ ખુલ્યો અને ઘટીને 71,545 પર આવી ગયો હતો. બાદમાં, બજારમાં ખરીદીમાં વધારો થયો અને તે 185 પોઈન્ટ (0.25%) વધીને 73,320 પર બંધ થયો.

નિફ્ટી પણ 22,182ની નીચલી સપાટીએ પહોંચ્યા પછી 531 પોઈન્ટ સુધર્યો. તે 34 પોઈન્ટ (0.15%) વધીને 22,713 પર બંધ થયો. આજના ટ્રેડિંગમાં આઇટી અને રિયલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ વધ્યા, જે અનુક્રમે 2.62% અને અને 1.18%ની તેજી રહી.

આજે ક્રૂડ ઓઇલ લગભગ 5% ઉપર છે. તે 106 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતા.

ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી

આ પહેલા ગઈકાલે એટલે કે 1 એપ્રિલે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1,187 પોઈન્ટ (1.65%) ની તેજી સાથે 73,134 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 348 પોઈન્ટ (1.56%) નો વધારો રહ્યો, તે 22,679 ના સ્તરે બંધ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *