સેન્ટ્રલ GSTના આસિસ્ટન્ટ કમિશનરના ઘરમાંથી રૂ. 2.48 લાખની ચોરી

રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર શિવદાસ મેનનના ઘરમાંથી રૂ. 2.48 લાખની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના એરપોર્ટ રોડ ઉપર દિવ્યા સિદ્ધિ પાર્કની બાજુમાં ઇન્કમટેક્સ સોસાયટી 11/1માં રહેતાં અને સેન્ટ્રલ જીએસટીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા શિવદાસ પીતાંબરભાઈ મેનન (ઉ. વ. 58) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ગત તારીખ 11 ઓક્ટોબરના સવારે 6:00 વાગ્યાથી 12 ઓક્ટોબરના સાંજે છ વાગ્યા દરમિયાન ઘરને તાળું મારી પરિવાર સાથે પ્રથમ દ્વારકા અને ત્યારબાદ સોમનાથ દર્શન માટે ગયા હતા. જોકે બાદમાં રાજકોટ ઘરે પરત આવતા જોયું તો દરવાજાનું લોક તૂટેલું હતું અને ત્યારબાદ ઘરમાં તપાસ કરતા રૂ. 2,08,500 ના સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજ વસ્તુઓની સાથે રૂ. 40,000ની રોકડ ગાયબ હતી. એટલે કે કુલ રૂ. 2,48,500ની મત્તા અજાણ્યા ચોર ચોરી કરી જતા ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *