AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ ચોટીલા વિધાનસભા લડી શકે છે. અગાઉ જ્યારે તેઓ AAPમાં હતા ત્યારે ડંફાસ મારતા હતા કે સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ. હાલમાં તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારે તેમનો આ ડંફાસ મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
રાજુ કરપડા ભાજપમાં જોડાતા જ તેમની સાથે જેલમાં રહેલા AAP નેતા પ્રવીણ રામે પ્રહાર કર્યો કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થઈ ગયો હતો.
IPS મનોજ નિનામા બપોરે ભાજપમાં જોડાયા ને સાંજે ભાજપે તેમને અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ઉમેદવાર જાહેર કરી દીધા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું નવમું લિસ્ટ જાહેર કર્યું છે. સાથે જ આજે ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે.
રાજ્યભરના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકોને અલગ-અલગ જિલ્લાઓમાં મોકલીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આયોગના આદેશ મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મોટા શહેરો સાથે અન્ય જિલ્લાઓમાં પણ નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે. દરેક નિરીક્ષકને પોતાના ક્ષેત્રમાં ઉમેદવારી પ્રક્રિયા, મતદાન અને મતગણતરી સહિતની તમામ કામગીરી પર દેખરેખ રાખવાની રહેશે. સાથે જ ચૂંટણી દરમિયાન કોઈ ગેરરીતિ કે અનિયમિતતા સામે આવે તો તાત્કાલિક રાજ્ય ચૂંટણી આયોગને જાણ કરવાની ફરજ પણ રહેશે.