સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી રસોઈમાં કાંકરી નીકળી છે. હોસ્પિટલ કમિટીનાં ચેરમેન મનીષા આહીરે આજે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તેમણે રસોડાની વિભાગની તપાસ કરી હતી. એ દરમિયાન દર્દીઓને આપવામાં આવતું ભોજન ટેસ્ટ કરતાં તેમના જ ભોજનમાંથી કાંકરી આવી હતી. રસોડા વિભાગની આ બેદરકારી બદલ હાજર અધિકારીઓને ખખડાવ્યા અને જરૂરી સૂચનો આપ્યાં હતાં. આ ઉપરાંત હવે અત્યાધુનિક રસોડું બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં આજે પાલિકાની હોસ્પિટલ કમિટીનાં ચેરમેન મનીષા આહીર મુલાકાતે પહોંચ્યાં હતાં. સરપ્રાઈઝ વિઝિટમાં RMO નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા, જ્યાં તેમણે રસોડા વિભાગની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. રસોડા વિભાગમાંથી દર્દીને આપવામાં આવતી રસોઈ તેમણે તપાસ કરતાં એમાં તેમને કાંકરી મળી આવી હતી, તેથી તેમણે હાજર અધિકારીઓને બેદરકારી બદલ ખખડાવ્યા હતા.
રસોડાનાં શાકભાજી, કઠોળ સહિતના તમામ ચીજવસ્તુઓની તપાસ કરી હતી, ત્યાર બાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી. કઠોળ-શાકની ચકાસણી કરતાં કાંકરી નીકળી આવી હતી, આથી તેમણે હાજર અધિકારીઓ સહિતનાને ખખડાવ્યા હતા, ત્યાર બાદ રસોડા-સંચાલકને બોલાવી તમામને જરૂરી સૂચનો કર્યા હતા.