સુરતના ડિંડોલીમાં કેનાલ રોડ પર યુવકની હત્યા કરાયેલી લાશ મળી

સુરતના ડીંડોલી વિસ્તારમાં કેનાલ રોડ પર એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકને ગળું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી મધુરમ સર્કલથી કેનાલ જતા રોડ પર એક યુવકની લાશ મળી આવી હતી. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના શરીરે ઇજાના નિશાન મળી આવ્યા હતા. આ ઉપરાંત યુવકને ગળું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ પોલીસે યુવકની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી મૃતક યુવક કોણ છે? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પીઆઈ, એસીપી, ડીસીપી, સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચીને આ મામલે તપાસમાં જોડાયો છે.

બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, યુવકના મૃતદેહનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. યુવકના શરીર પર કેટલાક ઘાના નિશાન છે. હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસપિટલ મોકલવામાં આવ્યો છે. તેમજ મૃતક યુવક કોણ છે? તેની ઓળખ કરવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *