સુપ્રીમ કોર્ટે કહ્યું- ફક્ત VIના AGR પર પુનર્વિચારની મંજૂરી

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાકી રકમની ફરીથી તપાસ કરવાનો આદેશ ફક્ત વોડાફોન-આઈડિયા (VI) પર લાગુ પડે છે. આ આદેશ અન્ય ટેલિકોમ કંપનીઓને લાગુ પડશે નહીં. 27 ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને VI ના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાકી રકમ પર પુનર્વિચાર કરવાની મંજૂરી આપી હતી.

3 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા લેખિત આદેશમાં, મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બનેલી બે જજોની બેન્ચે જણાવ્યું હતું કે, “27 ઓક્ટોબરના અમારા આદેશમાં એકમાત્ર સુધારો એ છે કે કેન્દ્ર સરકારને 2016-17 માટે વોડાફોન આઈડિયાના સમગ્ર AGR લેણાંની ફરીથી તપાસ કરવાની મંજૂરી આપવામાં આવે. બાકીનો આદેશ યથાવત રહે છે.”

કંપનીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે AGR ગણતરીમાં ઘણા ઘટકો ખોટી રીતે સામેલ કરવામાં આવ્યા હતા. Vi એ વ્યાજ અને દંડ માફ કરવા અને તેની જવાબદારીમાં સુધારો કરવાની માગ કરી હતી. આ અરજીમાં, કંપનીએ ₹9,450 કરોડની વધારાની માંગને પણ પડકારી હતી. વોડાફોન આઈડિયા પર હાલમાં આશરે ₹83,400 કરોડનું AGR બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *