સીધા અને સરળ લોકો જીવનમાં હંમેશાં પરેશાન કેમ રહે છે અને કોઈ વ્યક્તિને પારખવો હોય તો તેની માટે શું કરવું?

ણક્ય 2 મહત્વની નીતિ:સીધા અને સરળ લોકો જીવનમાં હંમેશાં પરેશાન કેમ રહે છે અને કોઈ વ્યક્તિને પારખવો હોય તો તેની માટે શું કરવું?
14 કલાક પહેલા

ચાણક્ય નીતિમાં અનેક જ્ઞાનની વાતો કહેવામાં આવી છે. ચાણક્ય નીતિને સમજીને દરેક માણસ સફળ થઈ શકે છે. તમે ચાણક્યની નીતિઓને અપનાવીને જીવન જીવવાની રીત બદલી શકો છો. આ નીતિઓ ધર્મ અને જ્ઞાનના આધારે જણાવી છે કે શું સારું છે અને શું ખોટું. જેને સમજીને તમે પરેશાનીઓથી બચી શકો છો. આજે આચાર્ય ચાણક્યએ બતાવેલી 2 મહત્વની બાબતો જાણીશું કયા પ્રકારના લોકો જીવનમાં પરેશાન થતાં રહે છે અને કોઈ વ્યક્તિને પારખવા માટે આપણે તે વ્યક્તિના કયા-કયા ગુણોની તપાસ કરવી જોઈએ. જેમાં આચાર્ય ચાણક્યએ નીતિગ્રંથના સાતમા અધ્યાયના બારમા શ્લોકમાં જણાવ્યું છે કે કયા પ્રકારના લોકો હંમેશાં પરેશાન રહે છે.

ચાણક્ય નીતિનો શ્લોક-

नात्यन्तं सरलेन भाव्यं गत्वा पश्य वनस्थलीम्।
छिद्यन्ते सरलास्तत्र कुब्जास्तिष्ठन्ति पादपाः।।12।।

1-આ નીતિ પ્રમાણે જે લોકોનો સ્વભાવ ખૂબ જ વધુ સરળ છે, તેમને એવું ન રહેવું જોઈએ, આવો સ્વભાવ તેમની માટે સારો નથી માનવામાં આવતો. જંગલમાં આપણે જોઈએ છીએ કે જે પણ ઝાડ સીધું હોય તેને સૌથી પહેલાં કાપવા માટે પસંદ કરવામાં આવે છે. આ વાતમાં એક ગાઢ અર્થ છુપાયો છે.

2-ચાણક્ય કહે છે કે જે લોકોનો સ્વભાવ જરૂરિયાત કરતાં વધુ સીધો, સરળ અને સહજ હોય છે, તેમને સમાજમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ચાલક અને ચતુર લોકો તેમના સરળ સ્વભાવનો ખોટો ફાયદો ઊઠાવે છે.

3-એવા લોકોને નબળા માનવામાં આવે છે. તેમને બીનજરૂરી રીતે બીજા લોકોની દાદાગીરી સહન કરવી પડે છે. વધુ સીધો સ્વભાવ મૂર્ખતાની શ્રેણીમાં મૂકવામાં આવે છે. એટલા માટે વ્યક્તિને થોડા ચતુર અને ચાલાક પણ હોવું જોઈએ. જેથી તે જીવનમાં પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરી શકે અને સમાજમાં ખરાબ લોકોની વચ્ચે સુરક્ષિત રહી શકે. વ્યક્તિ ચતુરાઈથી જ પોતાનું અને પોતાના પરિવારનું પાલન કરી શખે છે.

કોઈ વ્યક્તિને પારખવા માટે શું કરવું-

ચાણક્યએ બીજી એક નીતિમાં જણાવ્યું છે કે જો કોઈની ઉપર ભરોસો કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખીએ તો આપણે ભવિષ્યમાં છળ-કપટથી બચી શકીએ છીએ.

ચાણક્ય કહે છે કે-

यथा चतुर्भि: कनकं परीक्ष्यते निघर्षणं छेदनतापताडनै:।
तथा चतुर्भि: पुरुषं परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा।।

આ ચાણક્ય નીતિના પાંચમા અધ્યાયનો બીજો શ્લોક છે. આ નીતિમાં દર્શાવ્યા પ્રમાણે સોનું પારખવા માટે સોનાને રગડવામાં આવે છે, કાપીને જોવામાં આવે છે, આગમાં તપાવવામાં આવે છે, સોનાને ટીપીને પણ જોવામાં આવે છે કે સોનું ખરું છે કે નહીં. જો સોનામાં ભેળસેળ હોય તો આ ચાર રીતે પારખ્યા પછી તેની હકીકત સામે આવી જાય છે. એ જ રીતે કોઈ વ્યક્તિને પારખવો હોય તો તેની માટે આ ચાર વાતો ધ્યાન રાખવી જોઈએ….

ત્યાગ ભાવના જુઓ-

કોઈ માણસ ઉપર ભરોસો કરતાં પહેલાં એ જોવું જોઈએ કે તે બીજાના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરી શકે છે કે નહીં. જો કોઈ વ્યક્તિ બીજાના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરી શકતો હોય તો તેની ઉપર ભરોસો કરી શકાય છે.

ચરિત્ર જુઓ-

જે લોકોનું ચરિત્ર સારું છે અર્થાત્ જે લોકો બીજાની માટે ખોટું નથી વિચારતાં, તેની ઉપર ભરોસો કરી શકાય છે.

ગુણ જુઓ-

જે લોકોમાં ક્રોધ, આળસ, સ્વાર્થ, ઘમંડ, જૂઠું બોલવા જેવા અવગુણ હોય, તેની ઉપર ભરોસો કરવાથી બચવું જોઈએ. જે લોકો શાંત સ્વભાવના, હંમેશાં સાચું બોલતાં હોય, તે સારા માણસ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *