રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ સમગ્ર મામલે રીક્ષાચાલક વીરમભાઈ ગોલતરે પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે રણછોડભાઈ, સરૈયા, ગભરૂભાઈ સરૈયા, ભોટાભાઈ સરૈયા, વાલાભાઈ સરૈયા, વિજયભાઈ સરૈયા, દિનેશભાઇ સરૈયા, નિલેશ ખડા તેમજ કિશન મૂંધવાનાં નામ આપ્યા હતા અને આ અંગે જણાવ્યું હતું કે, માલિયાસણ ગામે માટી નાખવા મુદ્દે થયેલા ઝઘડામાં તેમનાં ભાઈ નવઘણભાઈને ઇજા થતાં પોતે સિવિલમાં તેની ખબર કાઢવા ગયા હતા. ત્યારે તમામ આરોપીઓએ માટી નાખવાના રૂપિયા માંગી અને લોખંડનાં પાઈપ સહિતનાં હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં પોતાના સહિત 3 લોકોને ઇજા થયા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા. હાલ આ ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.