સિનિયર સિટીઝન્સ સ્કીમમાં દર મહિને ₹20,500 સુધીની કમાણી

તમે સિનિયર સિટીઝન છો અને તમારા માટે દર મહિને આવકનું આયોજન કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ (SCSS) તમારા માટે યોગ્ય રહેશે. આ સ્કીમમાં એકસાથે પૈસા રોકીને તમે નિવૃત્તિ પછી પણ તમારા માટે નિયમિત આવકનું આયોજન કરી શકો છો.

હાલમાં તેના પર 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં દર 3 મહિને વ્યાજ આપવામાં આવે છે. એટલે કે, 3 મહિનામાં તમે મહત્તમ 61,500 રૂપિયા સુધીનું વ્યાજ મેળવી શકો છો, જે માસિક ધોરણે 20,500 રૂપિયા થશે.

મહત્તમ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમમાં માત્ર 1000 રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. આ સ્કીમમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમ પર 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

જો તમે તેમાં 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો, તો તમને 8.2% ના હિસાબે વાર્ષિક 2,46,000 રૂપિયા વ્યાજ મળશે. કારણ કે આ યોજના હેઠળ વ્યાજ ત્રિમાસિક ધોરણે મળે છે, તો જો આપણે તેને 3-3 મહિનામાં વિભાજીત કરીએ તો તે 61,500 રૂપિયા થશે. એટલે કે, દર 3 મહિને તમારા ખાતામાં 61,500 રૂપિયા જમા થઈ જશે.

5 વર્ષનો રહે છે મેચ્યોરિટી પિરિયડ

આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો રહે છે. એટલે કે આ સ્કીમમાં તમારે 5 વર્ષ માટે રોકાણ કરવું પડે છે. જોકે તમે 5 વર્ષ પહેલા પણ એકાઉન્ટ બંધ કરી શકો છો, પરંતુ આમ કરવાથી તમારે પેનલ્ટી ચૂકવવી પડે છે. આ ઉપરાંત તમે 3-3 વર્ષ માટે એકાઉન્ટને જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી આગળ વધારી શકો છો. જો તમે આવું કરવા ન માંગતા હો તો તમારા 30 લાખ પાછા લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *