સિડનીના બોન્ડી જંકશનમાં શનિવારે બપોરે 3.20 વાગ્યે એક હોરર ઘટના સામે આવી છે. NRL જર્સી પહેરેલા એક વ્યક્તિએ દુકાનદારોને રેન્ડમ છરી મારવાનું શરૂ કર્યું. જેમાં છરાબાજીની ઘટનામાં 6 લોકોનાં મોત થયાં છે અને 8 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસ ગોળી મારે એ પહેલાં હુમલાખોરે એક મહિલા અને તેના નવ મહિનાના બાળક સહિત દુકાનદારોને રેન્ડમ પર છરી મારવાનું શરૂ કર્યું.
આ હુમલો ત્યારે શાંત પડ્યો જ્યારે મોલની પાસે ડ્યૂટી પર તહેનાત પોલીસની એક ટીમ મોલની અંદર પહોંચી. આ ટીમમાં એક મહિલા પોલીસ અધિકારીએ હુમલાખોરનો સામનો કર્યો. પોલીસે જણાવ્યું કે હુમલાખોરે મહિલા પોલીસ અધિકારી તરફ છરી બતાવી, તે પછી અધિકારીએ તેને છાતીમાં પોઈન્ટ બ્લેન્ક ગોળી મારીને ઠાર કર્યો.