સિટી-BRTS બસમાં હવે દિવ્યાંગ સાથે સહાયકને પણ ફ્રી મુસાફરી

રાજકોટ મનપા દ્વારા વર્ષ 2024-25ના બજેટ અનુસંધાને લેવાયેલા નિર્ણયના અનુસંધાને અમલી બનાવાયેલા ફ્રી બસ મુસાફરી યોજનામાં (21 કેટેગરી) પૈકી હવેથી ખાસ 14 કેટેગરીમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિ સહિત મુસાફરી દરમિયાન સાથે રહેનાર સહાયક (એટેન્ડન્ટ)ને પણ વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળે તે માટે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અમલવારી શરૂ કરાવી છે. આ ઉપરાંત સિનિયર સિટિઝન્સને હવેથી ફ્રી મુસાફરી માટે ત્રણ વર્ષની મુદતના સ્થાને આજીવન પાસ ઇસ્યૂ કરાવાશે.

રાજકોટ મનપા દ્વારા ફ્રી મુસાફરી યોજનાનો લાભ સિનિયર સિટિઝન ઉપરાંત થેલિસિમિયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબિટિકને આવરી લેતી દિવ્યાંગોની કુલ 21 કેટેગરીમાં સમાવિષ્ટ નાગરિકોને મળવાપાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *