રાજકોટ-ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ નજીક કિશાન ગેટ પાસે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. રાજકોટ તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી હતી.
આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ લાંબા સમયથી ચાલી રહેલી સિક્સ લેન રોડની કામગીરી છે. આ કામગીરીના કારણે આ વિસ્તારમાં દૈનિક ધોરણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકોને દરરોજ હાલાકી ભોગવવી પડે છે. તેમના સમય અને ઈંધણનો મોટા પાયે વ્યય થાય છે.
ગોકળગતિએ ચાલી રહેલી આ સિક્સ લેનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે અત્યંત આવશ્યક બન્યું છે, જેથી વાહનચાલકોને રાહત મળી શકે.